નાની ઢોલડુંગરી ખાતે આદિવાસી જનજાગૃતિ અને સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો.

  



 ધરમપુર તાલુકાના નાની ઢોલડુંગરી ગામે છકલા ફળીયા યુવકમંડળ દ્વારા તારીખ 20-05-2023ની  રાત્રે આદિવાસી જનજાગૃતિ અને સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં આદિવાસી બાળકો દ્વારા વિવિધ કૃતિઓ રજૂ કરવામાં આવી હતી આખો કાર્યક્રમ વિસ્તારના આદિવાસી નેતા કલ્પેશપટેલની દેખરેખ હેઠળ સંપન્ન થયો હતો કાર્યક્રમમાં ઉપસ્થિત લોકોને બંધારણમાં આપેલ હક અને અધિકાર અંગે માહિતી આપવામાંઆવી હતી.આ કાર્યક્રમમાં વાંસદા-ચીખલીના ધારાસભ્ય અનંત પટેલ, ગુજરાત રાજ્ય આદિવાસી સમાજના પ્રમુખ ડો. પ્રદિપ ગરાસિયા, રૂઢિ ગામ સભાના અધ્યક્ષ રમેશભાઇ, ડો. નીરવ પટેલ છાંયડો હોસ્પિટલ ખે૨ગામના સંચાલક, વાંસદા સરપંચ સંઘપ્રમુખ મનીશભાઇ, ધરમપુર નગરપાલિકા ઉપપ્રમુખ નરેશભાઇ, ઉત્પલ ચૌધરી, જયેન્દ્ર ગાવીત, મનાલા સરપંચ, બામટી સરપંચ વિજયભાઇ, નાની ઢોલ ડુંગરી સ૨પંચ યોગેશભાઇ, વિરવલ સરપંચ પ્રતિકભાઇ, રાજપુરી તલાટ સરપંચ  પ્રફુલભાઇ, ડોકટ૨ સંજય પટેલ, કમલેશ ૫ટેલ, દિનેશભાઇ પીપલખેડ,રાકેશભાઇ વાંકલ અને એમની ટીમ,આદિવાસી સગઠન ધરમપુરના વિનોદભાઇ અને એમની સાથી મિત્રો, ઘેજ ગામના રાકેશભાઇ અને એમના સાથીમિત્રો, જયેશભાઇ ખેરગામ, ડો. દિનેશભાઇ ખાંડવી, મુકેશભાઇ ટીઘરા અને મોટી સંખ્યામાં યુવાનો વડીલો બહેનો માતાઓ હાજર રહ્યા હતા.


RELATED MORE NEWS :CLICK HERE

Post a Comment

0 Comments