Rajpipla (Narmda): નર્મદા જિલ્લા કલેક્ટર શ્રીમતી શ્વેતા તેવતિયાના અધ્યક્ષસ્થાને ડિસ્ટ્રીક્ટ સ્કીલ કમિટીની સમીક્ષા બેઠક યોજાઇ
રાજપીપલા, સોમવાર :- નર્મદા જિલ્લા કલેક્ટર શ્રીમતી શ્વેતા તેવતિયાના અધ્યક્ષસ્થાને આજરોજ ડિસ્ટ્રીક્ટ સ્કીલ કમિટીની સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં કલેકટરશ્રીએ જિલ્લાની નોડલ આઈટીઆઈ તથા તેને સંલગ્ન આઈટીઆઈ દ્વારા યુવાનોમાં કૌશલ્યવર્ધન કરતી વિવિધ વિશેષ તાલીમો, બિલ્ડિંગ એન્ટરપ્રિન્યોર્સ એન્ડ લાઈવલીહુડ (Sankalp) પ્રોજેક્ટ તથા નેશનલ એપ્રેન્ટીસશીપ પ્રમોશન સ્કીમ યોજના હેઠળ થયેલી કામગીરીની સમીક્ષા કરી હતી.
કલેક્ટર શ્રીમતી તેવતિયાએ સ્કિલ ડેવલોપમેન્ટ અંતર્ગત જિલ્લાના યુવાનોનું કૌશલ્યવર્ધન કરીને રોજગારી માટે સ્થાયી કરવા સંવેદનશીલ અભિગમ સાથે કામગીરી કરવા આઈ.ટી.આઈ. નોડલ ઇ.આચાર્ય શ્રી એસ.એન. મેહતાને માર્ગદર્શન પુરુ પાડીને કેટલાંક રચનાત્મક સૂચનો કર્યા હતા.
આ તકે નાયબ વન સંરક્ષક શ્રી નીરજકુમાર, મદદનીશ કલેક્ટર સુશ્રી મુસ્કાન ડાગર, ડી.આર.ડી.એ. નિયામક શ્રી જે.કે.જાદવ, આઈ.ટી.આઈ. સહિત સંબંધિત વિભાગના અધિકારીશ્રી, પ્રતિનિધિઓ બેઠકમાં હાજર રહ્યાં હતાં.
0 Comments